21 પણ હેરોદીયા હાટુ એક અવસર આવ્યો તઈ હેરોદ રાજા પોતાના જનમનો દિવસ મનાવવા હાટુ એક દાવત આપી. એણે પોતાના મોટા અધિકારીઓ, સેનાપતિઓ, અને ગાલીલ જિલ્લાના બધાયથી ખાસ લોકોને આમંત્રિત કરયા.
રોમી સમ્રાટ તિબેરીયાસના રાજ્યને પંદરમે વરહે જઈ પોંતિયસ પિલાત યહુદીયા પરદેશનો રાજા હતો, અને હેરોદ ગાલીલ પરદેશનો રાજા હતો, અને એનો ભાઈ ફિલિપ ઈતુરાઈનો અને ત્રાખોનિતીયા પરદેશનો રાજા હતો, અને લુસાનિયાસ આબીલેન પરદેશના રાજા હતો.
બીજા દિવસે, જઈ આગ્રીપા રાજા અને એની નાની બહેન બેરનીકે બોવ ધુમધામથી આવી, અને સિપાયના આગેવાનો અને શહેરના મુખ્ય લોકોની હારે સભામાં પુગીયા, તઈ ફેસ્તસે પાઉલને લીયાવાની આજ્ઞા દીધી.
કેમ કે, જેમ બિનયહુદીઓ જેમાં ખુશી મનાવે છે, ઈ પરમાણે કામ કરવામા તમે તમારા જીવનનો ભૂતકાળનો વખત વિતાવ્યો છે, ઈ ઘણુય છે, ઈ વખત તમે છીનાળવામાં, દેહિક ઈચ્છાઓમા, દારૂ પીવામાં, મોજ-શોખમાં અને ધિક્કારાયેલી મૂર્તિપૂજામા ગરક હતા.
જે લોકો જગતમાં રેય છે ઈ બેય સાક્ષીઓના મોતથી રાજી થયા, ઈ જમણવાર કરી રયા છે અને એક-બીજાને ભેટ આપે છે કેમ કે, આ બેય આગમભાખીયાઓ જેણે તેઓને પીડાદેનારી આફત મોકલી હતી તેઓ મરી ગયા છે.