16 પણ જઈ હેરોદ રાજાએ આ હાંભળ્યું તઈ એને કીધુ કે, “ઈ તો યોહાન જળદીક્ષા દેનાર છે! મે પોતે જ એનુ માથું કપાવી નાખ્યુ હતું, પણ ઈ મરણમાંથી પાછો જીવતો થય ગયો છે.”
કારણ કે, હેરોદ રાજાએ પોતે જ યોહાનને પકડાવો હતો અને એને જેલખાનામાં નખાવ્યો હતો કેમ કે, હેરોદ રાજાના ભાઈ ફિલિપની બાયડી હેરોદિયાસ રાણીની હારે લગન કરી લીધા હતા.
હેરોદ રાજાએ કીધું કે, “મે યોહાન જળદીક્ષા દેનારનું માથું કપાવી નાખ્યુ હતું, પણ જેના સબંધી હું આવી વાતો હાંભળુ છું, ઈ કોણ છે?” અને એણે એને જોવાની કોશીશ કરી.