14 હવે હેરોદ રાજાએ આ બધીય વાતો હાંભળી: કારણ કે, ઈસુનું નામ ફેલાય ગયુ હતું. કેટલાક લોકો કેતા હતાં કે, “જળદીક્ષા આપનાર યોહાન મોતમાંથી પાછો જીવતો થયો. ઈ હાટુજ એનામા આ બધાય સમત્કાર કામ કરી રયું છે.”
ચેલાઓએ જવાબ દીધો કે અમુક લોકો કેય છે કે, “તું યોહાન જળદીક્ષા દેનાર છે પણ બીજા લોકો કેય છે કે, તું એલિયા આગમભાખીયો છે, અને અમુક કેય છે કે, તું આગમભાખનારામાંથી એક છે.”
રોમી સમ્રાટ તિબેરીયાસના રાજ્યને પંદરમે વરહે જઈ પોંતિયસ પિલાત યહુદીયા પરદેશનો રાજા હતો, અને હેરોદ ગાલીલ પરદેશનો રાજા હતો, અને એનો ભાઈ ફિલિપ ઈતુરાઈનો અને ત્રાખોનિતીયા પરદેશનો રાજા હતો, અને લુસાનિયાસ આબીલેન પરદેશના રાજા હતો.
ચેલાઓએ જવાબ દીધો કે, “યોહાન જળદીક્ષા દેનાર છે પણ કેટલા લોકો એમ કેય છે કે, તું એલિયા આગમભાખીયો છો કોય કેય છે કે, તું આગમભાખનારામાંથી એક છો, જે પાછો જીવી ઉઠયો છે.”
કેમ કે, તમારી ન્યાંથી ખાલી મકદોનિયા અને અખાયા પરદેશોમા પરભુ ઈસુ મસીહના વચનો હંભળાવવામાં નથી આવ્યા, પણ તમારા વિશ્વાસની વિષે જે પરમેશ્વર ઉપર છે, દરેક જગ્યાએ એવી વાત ફેલાય ગય છે કે, અમને તમારા વિશ્વાસના વિષે કાય બતાવવાની જરૂરી નથી.