Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 6:11 - કોલી નવો કરાર

11 “જે કોય તમને આવકારે નય, તો ઈ નગરમાંથી નીકળતા જ તેઓની વિરુધ સાક્ષી હાટુ તમારા પગની ધૂળ ખખેરી નાખો. કેમ કે, તેઓને આ સેતવણી દેવા હાટુ કે, પરમેશ્વર તરફથી આવનારા દંડના તેઓ પોતે જ જવાબદાર છે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 6:11
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

વળી હું તમને કવ છું કે, માણસો જે હરેક નકામી વાત કેહે, ઈ દરેક વાતોનો ન્યાયના વખતે તેઓને જવાબ દેવો પડશે.


ઈસુએ ઈ ચેલાઓને કીધુ કે, “જો કોય તમને પોતાના ઘરમાં રેવા હાટુ આવકાર કરે, તો જ્યાં હુધી તમે ઈ નગરમાં રયો છો, ન્યા હુધી એના મેમાન બનેલા રયો.”


“જે કોય તમને આવકારે નય, તો ઈ નગરમાંથી નીકળતા જ તેઓની વિરુધ સાક્ષી હાટુ તમારા પગની ધૂળ ખખેરી નાખો. કેમ કે, તેઓને આ સેતવણી દેવા હાટુ કે, પરમેશ્વર તરફથી આવનારા દંડના તેઓ પોતે જ જવાબદાર છે.”


પણ જઈ યહુદી લોકો પાઉલનો વિરોધ અને એની નિન્દા કરવા લાગ્યા, તો એણે પોતાના લુગડા ધૂડમાં જાટકીને એને કીધું કે, “પરમેશ્વરનાં સંદેશાને ગ્રહણ નો કરવાને લીધે તમે પોતે જ ઈ દંડને હાટુ જવાબદાર છો, જે તમને પરમેશ્વર તરફથી મળશે, પણ હું તો હત્યા કરનારો અપરાધી છું અને હવે હું જયને બિનયહુદી લોકોની વચમાં પરમેશ્વરનાં સંદેશનો પરસાર કરય.”


આ ઈ દિવસે થાહે જઈ પરમેશ્વર ન્યાય કરશે, ઈ હારા હમાસાર જેનો હું પરચાર કરું છું એની પરમાણે ઈસુ મસીહ દ્વારા માણસોની ખાનગી વાતોનો ન્યાય કરશે.


પણ કેમ કે, તમે હઠીલા છો અને પસ્તાવો કરવાની ના પાડો છો ઈ દિવસે જઈ પરમેશ્વર પોતાનો ગુસ્સો બતાયશે, જેમા પરમેશ્વર હાસો દંડ પરગટ કરશે, જઈ પરમેશ્વર બધાય લોકોના વિશ્વાસનો ન્યાય કરશે તઈ ઈ તમારા દંડને વધારે કઠણ કરશે.


પરમેશ્વરે સદોમ અને ગમોરા શહેરને દંડિત કરયા, અને એણે એવા ભસ્મ કરી દીધા કે ઈ હળગીને રાખ થય ગયા, એમણે એને એક દાખલો બનાવી દીધો કે, જે લોકો પરમેશ્વરનો અનાદર કરે એની હારે શું થાહે?


જઈ કે, પરભુએ આ બધીય વસ્તુઓને કરી છે. તો એનાથી ખબર પડે છે કે, ઈ જાણે છે કે, પરમેશ્વરનાં લોકોને એના દુખથી કેવી રીતે છોડાવવાના છે અને કેવી રીતે ખરાબ લોકોને ન્યાયના દિવસ હુધી સતત દંડ દેવાનો છે.


પણ પરમેશ્વર ઈ જ આજ્ઞા દ્વારા આભ અને પૃથ્વીને; જે અત્યારે હયાત છે, રાખી રયો છે, એટલે કે, આગથી એનો નાશ કરી દેય. ઈ તેઓને ઈ દિવસ હાટુ રાખી રયો છે, જઈ ઈ ન્યાય કરશે અને ઈ લોકોનો નાશ કરી દેહે; જે એની આજ્ઞાનું પાલન નથી કરતા.


એનાથી જ પ્રેમ અમારામાં પુરો થયો કે, ન્યાયના વખતે અમને હિંમત મળે કે, ઈ અમને સજા નય આપે, કેમ કે, આ જગતમાં પરમેશ્વરની હારે સંગતીમાં રેયી છયી જેમ કે, ઈસુ પરમેશ્વરની હારે સંગતીમાં રેય છે.


સદોમ અને ગમોરા અને એની આજુ-બાજુના શહેરોને યાદ કરો, જે ઈ જ રીતે છીનાળવા અને ભુંડા કામોમાં ગરક થયને અનંતકાળની આગમાં સજા સહન કરીને સેતવણી હાટુ નમુનારૂપે જાહેર થયા છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ