જઈ લોકો ડુંઘરા ઉપરથી ઉતરતા હતા, તઈ ઈસુએ ઈ લોકોને એવી આજ્ઞા કરી કે, “માણસનો દીકરો મરણમાંથી પાછો જીવી ઉઠે, ન્યા હુંધી આ બધુય તમે જે જોયું છે ઈ કોયને કાય કેતા નય.”
પછી ઈસુએ એને કીધુ કે, “જો કોયને કાય કેતો નય કે, મેં તને શુદ્ધ કરયો છે, પણ યાજક પાહે જયને તારું દેહ દેખાડ જેથી ઈ તને પારખીને જોહે કે, હવે તું શુદ્ધ થયો છો. એની પછી ઈ બલિદાન સડાવ જે મુસાએ ઈ લોકોને આજ્ઞા આપી હતી જેઓને પરમેશ્વરે કોઢથી હાજા કરયા હતાં, તઈ બધાય જાણશે કે તુ હાજો થય ગયો છો.”
ઈસુએ લોકોને કીધુ કે, તેઓ કોયને નો બતાવે કે, એણે શું કરયુ છે. પણ જેટલી વધારે એણે તેઓને આજ્ઞા આપી કે, બીજાઓને નો બતાવતા, એટલા વધારે જોશથી તેઓ બીજાઓની વસે આ ખબરને ફેલાવવા લાગ્યા.
જઈ ઈસુ અને એના ત્રણ ચેલાઓ ડુંઘરા ઉપરથી ઉતરતા હતાં તઈ ઈસુએ તેઓને કીધુ કે, “તમે કોયને પણ ન્યા હુધી કાય નો બતાવતા કે, તમે શું જોયું હતું, ન્યા હુધી કે હું માણસનો દીકરો મરણમાંથી જીવનમાં પાછો નય આવું.”
તઈ ઈસુએ એને સેતવણી દીધી કે, “જો કોયને કાય કેતો નય કે, મેં તને શુદ્ધ કરયો છે, પણ યાજક પાહે જયને તારો દેહ દેખાડ જેથી ઈ તને પારખીને જોહે કે, હવે તું શુદ્ધ થયો છો. એની પછી ઈ બલિદાન સડાવ જે મુસાએ ઈ લોકોને આજ્ઞા આપી હતી જેઓને પરમેશ્વરે કોઢથી હાજા કરયા હતાં, તઈ બધાય જાણશે કે તુ હાજો થય ગયો છે.”