42 તરત છોકરી ઉઠીને હાલવા મડી. કેમ કે ઈ છોકરી બાર વરહની હતી, જેઓએ આ જોયું તેઓ બધાયને નવાય લાગી.
યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં હાજર ઘણાય લોકો બોવ હેરાન થય ગયા અને આ કારણે ઈ એકબીજાને પૂછવા લાગ્યા કે, “આ ક્યા પરકારનું શિક્ષણ છે? અમે કોયદી કોયને આટલા અધિકારથી શિક્ષણ આપતા નથી હાંભળ્યું! ઈ અધિકારથી મેલી આત્માને ખીજાય છે અને ઈ એનુ માનેય છે.”
અને તેઓ બધાય બોવ બીય ગયા અને અંદરો અંદર ઘુસપુસ કરવા લાગ્યા કે “આ કોણ માણસ છે? કે, વાવાઝોડું અને દરીયો પણ એની આજ્ઞાઓ માને છે!”
અને દીકરીનો હાથ ઝાલીને ઈસુએ કીધુ કે, “ટલીથા કુમ” જેનો અરથ થાય છે કે, દીકરી હું તને કવ છું કે ઉઠ.
તઈ ઈસુએ દીકરીના માં-બાપને કડક સેતવણી આપીને કીધુ કે, આ ખબરને કોયને જણાવશો નય કે, મે આ દીકરીને મરેલામાંથી જીવતી કરી. અને કીધુ કે આને કાક ખાવાનું આપો.
પછી ઈ તેઓની હારે હોડી ઉપર સડયો અને પવન થંભી ગયો અને તેઓ બધાય બોવ નવાય પામ્યા.
અને તેઓ બધાય ખુબજ સોકી ગયા અને કેવા લાગ્યા કે, “એણે હંધુય બોવ જ હારું કરયુ છે! ન્યા હુધી કે, ઈ બેરાઓને હાંભળવા અને મૂંગાઓને બોલવાના લાયક બનાવે છે.”