આ હાંભળીને ગડદીના લોકો દાંત કાઢવા લાગ્યા ઈ હાટુ ઈસુએ ઈ બધાયને બારે કાઢી મુક્યા અને દીકરીના માં બાપને અને એના ત્રણ ચેલાઓને લયને અંદર જયા છોકરી પડી હતી ન્યા ગયા.
જે પરમેશ્વર મરેલામાંથી જીવતા કરનાર છે અને જે બાબતો નથી ઈ જાણે કે હોય એવું પરગટ કરે છે અને જેની ઉપર ઈબ્રાહિમે વિશ્વાસ કરયો, એની આગળ ઈ આપડા બધાયનો વડવો છે, જેમ શાસ્ત્રમાં લખેલુ છે કે, મે તને ઘણીય બિનયહુદીઓનો વડવો બનાવ્યો છે એમ.