40 આ હાંભળીને ગડદીના લોકો દાંત કાઢવા લાગ્યા ઈ હાટુ ઈસુએ ઈ બધાયને બારે કાઢી મુક્યા અને દીકરીના માં બાપને અને એના ત્રણ ચેલાઓને લયને અંદર જયા છોકરી પડી હતી ન્યા ગયા.
જે વસ્તુઓ પરમેશ્વર તરફથી છે ઈ કુતરાઓને નો આપો. નકર ઈ તમારી ઉપર હુમલો કરી હકે છે અને તમે મુલ્યવાન મોતી ડુંકરાઓની આગળ નો ફેકો; કેમ કે, તેઓ એને છૂંદી નાખશે. એમ જ પરમેશ્વરની હારી વાતો ઈ લોકોને નો જણાવો તમે જાણો છો કે, એની બદલે ઈ ભુંડા કામ કરશે.