4 કેમ કે વારેઘડીએ એને બેડીયું અને હાકળોથી બાંધવામાં આવ્યો હતો, પણ એણે હાકળોને તોડી નાખી, અને બેડીયુના ટુકડે ટુકડા કરી નાખ્યા હતાં, અને કોય એને કાબુમાં કરી નોતા હકતા.
કેમ કે, ઈસુએ ઈ માણસમાંથી મેલી આત્માને નીકળવાનો હુકમ કરયો હતો કેમ કે, ઈ વારેઘડીયે વળગતું હતું. અને તેઓ એને હાકળોથી અને બેડીઓથી બાંધી રાખતા હતાં, પણ ઈ બંધનો તોડી નાખતો અને ઈ મેલી આત્મા એને વગડામાં લય જાતો હતો.