38 અને ઈસુ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદાર યાઈરના ઘરમાં પુગો. ન્યા એણે લોકોને બોવ જ રોતા અને રાડો પાડતા જોયા.
અમે તમારી આગળ ખુશીના ગીતોની વાંહળી વગાડી, પણ તમે નાચ્યા નય, અમે હોગ કરયો, પણ તમે રોયા નય,
જઈ ઈસુ તેઓને આ વાત કેતો હતો, તઈ એક આગેવાને શેરીમાં આવીને એને પગે લાગીયો અને પછી એણે કીધુ કે, “મારી દીકરી અત્યારે જ મરી ગય છે! પણ તું આવીને એની ઉપર તારો હાથ મુક જેથી ઈ જીવતી થય જાહે.”
તઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદારોમાંથી યાઈર નામનો એક માણસ આવ્યો, ને ઈસુને જોયને એને માન આપવા હાટુ એની હામે માથું નમાવીને ઘુટણે પડયો.
અને ઈસુએ ઘરમાં જયને તેઓને કીધુ કે, “તમારે આવી રીતે દેકારો કરવો અને દુખ દેખાડવુ જરૂરી નથી કેમ કે, દીકરી તો મરી નથી પણ હુતી છે.”
તઈ પિતર ઉભો થયને તેઓની હારે વયો ગયો, જઈ ઈ ન્યા પુગ્યો, તઈ તેઓ એને મેડી ઉપર લય ગયા; બધીય રંડાયેલી બહેનો એની પાહે ઉભી રયને રોતી હતી જઈ તાબીથા એટલે દરકાસ તેઓની હારે હતી તઈ જે ઝભ્ભા અને લુગડા જે એણે બનાવ્યા હતાં, ઈ પિતરને બતાડવા લાગી.