તઈ એણે ઈ લોકોને કીધુ કે, “તમારા થોડા વિશ્વાસને લીધે કેમ કે, હું તમને હાસુ કવ છું કે, જો રાયના દાણા જેટલો થોડોક પણ વિશ્વાસ કરતાં હોય, તો તમે આ ડુંઘરને કેહો કે ખહી જા, તો ઈ ખહી જાહે, અને તમને કાય પણ અશક્ય નય લાગે.”
જઈ ઈસુ તેઓને આ વાત કેતો હતો, તઈ એક આગેવાને શેરીમાં આવીને એને પગે લાગીયો અને પછી એણે કીધુ કે, “મારી દીકરી અત્યારે જ મરી ગય છે! પણ તું આવીને એની ઉપર તારો હાથ મુક જેથી ઈ જીવતી થય જાહે.”