અને લોકો પથારીમાં પડેલાં એક લકવાવાળા માણસને પથારીમાં ઉપાડીને ઈસુની પાહે લાવ્યા. અને ઈસુએ તેઓનો વિશ્વાસ જોયને લકવાવાળાને કીધુ કે, “હે દીકરા, હિંમત રાખ તારા પાપો માફ થયા છે.”
ઈસુએ એને કીધુ કે, “હું તને બસાવું છું કેમ કે, તુ મારી ઉપર વિશ્વાસ કરે છે, ઈ હાટુ તુ તારા ઘરે જા.” તરત ઈ જોવા લાગ્યો અને ઈ બીજા લોકોની ભેગો થય ગયો જેઓ ઈસુની વાહે હાલતા હતા.
તઈ ઈ બાયે જાણી લીધું કે, ઈસુનું સામર્થ્ય એને હાજી કરી દીધી છે, ઈ હાટુ ઈ ઈસુની પાહે આવી અને માથું નમાવીને એની હામે ઘુટણે પડી. બીતા અને ધ્રુજતી-ધ્રુજતી એણે ઈસુને બધુય કય દીધુ કે, એણે શું કરયુ હતું અને પછી એની હારે શું થયુ.
અને તમારામાથી કોય તેઓને કેય કે, પરમેશ્વર તને શાંતિ આપે, ટાઢથી બસો અને ખાય પીયને ધરાયેલા રયો, પણ જે વસ્તુ દેહની હાટુ જરૂરી છે, જો તમે તેઓને નય આપો તો એનાથી કાય લાભ થાહે નય.