ઈસુ ગડદીમાં વાહે ફરયો અને પુછયું કે, “મારા લુંગડાને કોણ અડયું?” એણે એવુ ઈ હાટુ કીધુ કેમ કે, એણે જાણી લીધું હતું કે એનામાંથી હાજા કરવાનું પરાક્રમ નિકળું હતું.
તઈ ઈસુએ એને પુછયું કે, “મને કોણ અડયું?” બધાએ ના પાડી તઈ પિતર અને જે એની હારે હતાં, તેઓએ એને કીધું કે, “હે પરભુ તારી ઉપર લોકોનું ટોળું પડાપડી કરે છે.” તને દબાવી દેય છે.