29 તરત જ એનુ લોહી જરતું બંધ થય ગયુ, અને દેહમાં એને ખબર પડી કે, હું ઈ બીમારીમાંથી હાજી થય છું.
જુઓ એક બાય હતી એને બાર વરહથી લોહી વહેવાની બીમારી હતી. તે ઈસુની વાહે આવીને એના લુગડાની કોરને અડી.
ઈ દિવસે એણે ઘણાય લોકોને હાજા કરયા, જેથી ઘણાય માંદા લોકો એને અડવા હારું એની સ્યારેય બાજુ ટોળા વળ્યા હતા.
કેમ કે, એણે ધારૂ હતું કે, “જો હું ખાલી એના લુગડાને જ અડુ તો હું હાજી થય જાય.”
ઈસુએ એને કીધુ કે, “દીકરી મારી ઉપર વિશ્વાસ કરયો કે હું તને બસાવી હકુ છું, એટલે તુ, શાંતિથી જા કેમ કે, તુ તારી બીમારીથી પુરી રીતે હાજી થય છો.”
ઈ જ વેળાએ ઈસુએ ઘણાય પરકારના ગંભીર રોગથી અને દુખાવાથી પીડાતા અને મેલી આત્માઓથી ઘણાયને હાજા કરયા, અને એણે આંધળા લોકોને હોતન હાજા કરયા, જેથી ઈ જોય હકે.