27 જઈ એણે ઈ કામોના વિષે હાંભળ્યું જે ઈસુએ કરયા હતા. તઈ ઈ ગડદીમાંથી એની વાહે આવીને એના લુગડાની કોરને અડી,
અને તેઓએ ઈસુને વિનવણી કરી કે, ખાલી તારા લુગડાની કોરને અડવા દેય; અને જેટલા અડયા ઈ બધાય હાજા થયા.
અને જેણે બોવજ વૈદોથી મોટુ દુખ સહન કરયુ અને પોતાનુ બધુય ખરચી નાખ્યુ તો પણ એને હારું નો થયુ. પણ એની હાલત હજી બોવ વધારે બગડી ગય.
કેમ કે, એણે ધારૂ હતું કે, “જો હું ખાલી એના લુગડાને જ અડુ તો હું હાજી થય જાય.”
જઈ પણ ઈસુ ગામડાઓમાં, શહેરોમાં અને ખેતરોમા જાતા, તઈ માંદાઓને લીયાવતા અને તેઓને બજારોની સોકમાં મુકી દેતા. અને તેઓએ ઈસુને વિનવણી કરી કે, ખાલી તારા લુગડાની કોરને અડવા દેય તો, એને અડનારા બધાય માંદાઓ હાજા થય જાતા.
ન્યા લગી કે રૂમાલ અને લુગડા એના શરીરની હારે અડાડીને, માંદા ઉપર નાખતા હતાં, અને બધાય લોકો હાજા થય જાતા હતાં, અને મેલી આત્મા એમાંથી નીકળી જાતી હતી.
પ્રેરીતોના કામોના પરિણામે લોકો માંદાઓને મારગ ઉપર લયને, ખાટલા અને પથારીમાં હુવડાવી દેતા હતાં, જઈ પિતર આવે, તઈ એનો પડછાયો જ એનામાંથી કોયની ઉપર પડી જાય તો ઈ હાજો થય જાતો હતો.