25 ન્યા ગડદીમાં એક બાય હતી, જેને બાર વરહથી લોહી વહેવાની બીમારી હતી.
તઈ ઈસુ એની હારે ગયો, અને બધાય માણસો એની વાહે આવ્યા અને સ્યારેય બાજુથી ગડદી થાતી ગય.
અને જેણે બોવજ વૈદોથી મોટુ દુખ સહન કરયુ અને પોતાનુ બધુય ખરચી નાખ્યુ તો પણ એને હારું નો થયુ. પણ એની હાલત હજી બોવ વધારે બગડી ગય.
ન્યા એક બાય હતી, જેને મેલી આત્માએ એને અઢાર વરહથી વાકી વાળી દીધી હતી. ઈ સદાય વાકી વળીને રેતી હતી અને ઈ કોય દિવસ સીધી ઉભી રય હક્તી નોતી.
કેમ કે, જે માણસ સમત્કારથી હાજો થયો હતો, એની ઉમર સ્યાલીસ વરહ કરતાં વધારે હતી.