19 પણ ઈસુએ એને પોતાની હારે આવવાની રજા આપી નય, અને એને કીધુ કે, “પોતાના ઘરે જાયને પોતાના લોકોને બતાય કે, તારી ઉપર દયા કરીને પરભુએ તારી હાટુ કેવા મોટા કામો કરયા છે.”
તઈ ઈ માણસ પોતાના ઘરે વયો ગયો. પછી એને આખા દિકાપોલીસ જે દશનગરની જગ્યા કેવાય છે અને લોકોને એમ કીધુ કે, ઈસુએ એની હાટુ કેટલુ કાક કરયુ છે; અને એને હાંભળનારા બધાય લોકો સોકી ગયા.