10 અને મેલી આત્માઓએ ઈસુને બોવ વિનવણી કરી કે, “અમને આ પરદેશમાંથી કાઢી મુકતો નય.”
અને યહુદી નિયમના શિક્ષકો, જેઓ યરુશાલેમ શહેરથી આવ્યા હતાં, તેઓ એવું કેતા હતાં કે, “એનામા મેલી આત્માઓનો સરદાર બાલઝબૂલ એટલે કે, જે શેતાન છે, એની મદદથી ઈસુ મેલી આત્માઓને કાઢે છે.”
હવે એમ થયુ કે, ન્યા ઢોરાની ઉપર ડુંકરાનું એક મોટુ ટોળું સરતું હતું.
ઈસુએ તેઓને રજા આપી અને ઈ મેલી આત્માઓ ઈ માણસમાંથી નીકળીને ડુંકરાઓમાં ઘરયા. તઈ ઈ ટોળું ઢોરાવાળા કાઠા તરફ ધોડીને દરીયામાં પડીને ડૂબી ગયા, ઈ ડુંકરાઓની ગણતરી લગભગ બે હજાર હતી.
ઈસુએ એને પુછયું કે, તારું નામ શું છે? એણે ઈસુને જવાબ દીધો કે, અમારું નામ સેના છે કેમ કે, અમે ઘણાય બધા છયી.