પણ કેટલાક બી તો હારી જમીન ઉપર પડયા, એણે કોટા કાઢયા અને ઉગીને બીજા એક હારા પાકની ઉપજ થય. એમાંથી કેટલાક ત્રીહ ગણો, કેટલાક હાઠ ગણો, અને કેટલાક હો ગણો પાક પાક્યો.”
ઈ હાટુ તમે કેવી રીતે હાંભળો છો? ઈ વિષે સેતતા રયો, કેમ કે જેની પાહે છે, એને અપાહે; અને હજી વધારે અપાહે પણ જેની પાહે કાય નથી; એની પાહે જે છે, ઈ પણ લય લેવામાં આયશે.”
જે કોય પણ મારા સંદેશાને હમજવા માગે છે, ઈ એવી વાતુને ધ્યાનથી હાંભળે જે પરમેશ્વરનો આત્મા મંડળીઓને કેય છે, બધાય લોકો જે ભૂંડાઈને હરાવી દેય છે, ઈ કોયદી બીજીવાર નય મરે.”
જે કોય પણ મારા સંદેશાને હમજવા માગે છે, એને આ સંદેશાને ધ્યાનથી હાંભળવો જોયી, જે પરમેશ્વરની આત્મા મંડળીને કેય છે, સંદેશો આ છે કે, હું ઈ લોકોને જે વિજય મેળવે છે એને સ્વર્ગના બગીસામાથી ઈ ઝાડના ફળ ખાવાની રજા આપય, જે અનંતજીવન દેય છે.