8 પણ કેટલાક બી તો હારી જમીન ઉપર પડયા, એણે કોટા કાઢયા અને ઉગીને બીજા એક હારા પાકની ઉપજ થય. એમાંથી કેટલાક ત્રીહ ગણો, કેટલાક હાઠ ગણો, અને કેટલાક હો ગણો પાક પાક્યો.”
હારી જમીન ઉપર જે બી વાવેલું આ ઈ જ છે કે, જે વચન હાંભળે છે અને હમજે છે ને એની નીસે ફળ લાગે છે, એટલે વાવેલામાંથી કોયને ત્રીહ ગણા, અને હાઠ ગણા, અને હો ગણા ફળ આપે છે.”
પણ કેટલાક લોકો હારી જમીનની જેમ છે, તેઓ પરમેશ્વરનું વચન હાંભળીને અપનાવે છે અને વિશ્વાસ કરે છે, અને તેઓ હારા કામો કરે છે જે પરમેશ્વર તેઓથી ઈચ્છે છે. તેઓ ઈ હારા છોડવાઓની જેમ છે, જે અમુક ત્રીહ ગણા, અમુક હાઠ ગણા, અને અમુક હો ગણા ફળ આપે છે.”
પણ જે બી હારી જમીન ઉપર પડયું છે, ઈ એવુ બતાવે છે કે, લોકો પરમેશ્વરનું વચન હાંભળીને તેઓના હ્રદયમાં હારી રીતે અને માનપૂર્વક અપનાવે છે. તેઓ વિશ્વાસ કરવામા અને વચન પાળવામાં મજબુત છે, જેથી તેઓને કોશિશ કરવાથી વારેઘડીયે હારું ફળ આપે છે.
જેમ આ હારા હમાસાર આખા જગતમાં ફેલાય રયા છે, અને બોવ બધાય લોકો હારા હમાસાર ઉપર વિશ્વાસ કરી રયા છે. અને દરેક જગ્યાએ લોકોના જીવનો બદલાય રયા છે ઠીક એમ જ જેમ તમારુ જીવન બદલી ગયુ જઈ તમે પેલીવાર હારા હમાસાર હાંભળા હતા અને પુરી રીતેથી પરમેશ્વરની કૃપાથી હંમજી ગયા હતા.