તઈ ઈ બાયે જાણી લીધું કે, ઈસુનું સામર્થ્ય એને હાજી કરી દીધી છે, ઈ હાટુ ઈ ઈસુની પાહે આવી અને માથું નમાવીને એની હામે ઘુટણે પડી. બીતા અને ધ્રુજતી-ધ્રુજતી એણે ઈસુને બધુય કય દીધુ કે, એણે શું કરયુ હતું અને પછી એની હારે શું થયુ.
એનાથી બધાય એવા નવાય પામ્યા કે બધાયે અંદરો અંદર વાત કરી કે, આ ક્યા પરકારનું શિક્ષણ છે? કેમ કે, ઈ અધિકારથી અને પરાક્રમથી મેલી આત્માને હુકમ કરે છે, એટલે ઈ બારે નીકળી જાય છે.
તઈ ઈસુએ તેઓને પુછયું કે, “તમારો વિશ્વાસ ક્યા છે?” તેઓ બીયને નવાય પામીયા અને અંદરો અંદર કીધું, “આ તો કોણ છે કે, જે વાવાઝોડાને અને પાણીને આજ્ઞા કરે છે, અને ઈ એનુ માંને છે.”
હે પરભુ, બધાય તમારીથી બીહે અને તમારુ સન્માન કરશે કેમ કે, તમે એકલા જ પવિત્ર છો. બધીય રીતના લોકો આયશે અને તમારુ ભજન કરશે, કેમ કે, તમે દેખાડું છે કે તમે બધાયનો ન્યાય હાસી રીતે કરયો છે.”