40 અને ઈસુએ એના ચેલાઓને કીધુ કે, “તમે કેમ બીવ છો? શું તમને હજી પણ વિશ્વાસ નથી?”
ઈસુએ પોતાનો હાથ લાંબો કરીને એને પકડી લીધો, અને એને કીધુ કે, “ઓ અલ્પવિશ્વાસી, તે મારા ઉપર શંકા કેમ કરી?”
ઈસુએ ઈ જાણીને ચેલાઓને કીધુ કે, “ઓ શંકાળુઓ, તમારી પાહે રોટલી નથી ઈ હાટુ તમે અંદરો અંદર કેમ વાતો કરો છો?”
ઈ હાટુ જો પરમેશ્વર મેદાનના ખડને જે આજ છે અને કાલે ભઠ્ઠીમાં બાળી નાખવામાં આયશે, ઈ ખડને એવું હારું બનાવે છે, હે ઓછા વિશ્વાસુઓ તમને એનાથી વધીને હારા લુગડા જરૂર પેરાયશે.
ઈસુએ તેઓને કીધુ કે, “ઓ ઓછો વિશ્વાસ રાખનારાઓ શું કામ બીવો છો?” તઈ ઈસુએ ઉઠીને વાવાઝોડાને અને દરીયાને ધમકાવ્યો અને બધુ શાંત થયુ.
અને તેઓ બધાય બોવ બીય ગયા અને અંદરો અંદર ઘુસપુસ કરવા લાગ્યા કે “આ કોણ માણસ છે? કે, વાવાઝોડું અને દરીયો પણ એની આજ્ઞાઓ માને છે!”
તઈ ઈસુએ તેઓને પુછયું કે, “તમારો વિશ્વાસ ક્યા છે?” તેઓ બીયને નવાય પામીયા અને અંદરો અંદર કીધું, “આ તો કોણ છે કે, જે વાવાઝોડાને અને પાણીને આજ્ઞા કરે છે, અને ઈ એનુ માંને છે.”