37 જઈ તેઓ દરીયો પાર કરી રયા હતાં, તો એક જોરથી વાવાઝોડું આવવા લાગ્યું અને મોજા હોડી હારે ભટકાવા લાગ્યા. હોડી પાણીથી ભરાવા મડી અને ડુબવાની હતી.
ચેલાઓએ લોકોની ગડદીને છોડી દીધી અને ઈસુને પોતાની હારે ઈ જ હોડીમાં લય ગયા જેમાં ઈ બેઠો હતો અને ઘણીય બધી બીજી હોડીમાં લોકો એની હારે ગયા.
અને ઈસુ પાછળના ભાગમાં ઓશિકા ઉપર માથું રાખીને હુતો હતો. તઈ તેઓએ એને જગાડીને કીધુ કે, “હે ગુરુ, આપડે બધાય ડૂબવાના છયી અને તને કાય સીન્તા જ નથી!”
પણ બેય દરિયાને મળવાની જગ્યા ઉપર તેઓએ વહાણને ટેકવ્યો, અને એનો આગલો ભાગ તો રેતીમાં ફસાય ગયો, પણ વહાણનો વાહેનો ભાગ મોજા લાગવાથી ટુટવા મંડયો.
ત્રણવાર મે રોમના અધિકારીઓથી બડાથી માર ખાધી, એકવાર પાણાનો માર ખાધો, અને મારી મુસાફરીમાં ત્રણવાર વહાણ તુટી ગ્યું, અને દરિયામાં મેં એક આખી રાત અને દિવસ વિતાવ્યા.