32 પણ જઈ વાવવામાં આવ્યું, તો ઉગીને બધાય છોડવા કરતાં મોટુ થય જાય છે, અને એની એવી મોટી ડાળ્યું નીકળે છે, જેથી આભના પંખીઓએ પણ જ્યાંથી તેઓને છાયો મળે છે ઈ ડાળ્યુંમાં પોતાના માળાઓ બાધી હકે છે.”
બધાય બી કરતાં ઈ નાનું હતું, પણ પછી બધાય છોડવા કરતાય ઈ મોટુ ઝાડ થયુ એને એવ્યું મોટી ડાળ્યું આવ્યું કે, આભના પંખીઓએ એની ડાળ્યું ઉપર માળો બાંધ્યો.”
એની હરખામણી આ રીતે કરી હકાય જેમ રાયનું બી જગતમાં બધાયથી નાનું બી છે. માણસ એને લયને જમીનમાં વાવવામાં આવે છે.
અને ઈસુ જઈ પણ તેઓની હારે વાતો કરતો હતો ઈ વખતે ઘણાય બધા દાખલાઓ દયને પરમેશ્વરનું વચન હંભળાવતો હતો.