પણ જઈ વાવવામાં આવ્યું, તો ઉગીને બધાય છોડવા કરતાં મોટુ થય જાય છે, અને એની એવી મોટી ડાળ્યું નીકળે છે, જેથી આભના પંખીઓએ પણ જ્યાંથી તેઓને છાયો મળે છે ઈ ડાળ્યુંમાં પોતાના માળાઓ બાધી હકે છે.”
પરભુએ કીધુ કે, જો તમે રાયના દાણા જેટલો થોડોક પણ વિશ્વાસ કરતાં હોય, તો તમે પેલા ઝાડવાને કીધુ હોત કે, તુ ઉખડીને ઓલા દરિયામાં રોપાય જા, તો ઈ તમારુ માની જાત.
તેઓએ આ હાંભળીને પરમેશ્વરની મહિમા કરી, પછી એને કીધું કે, “હે ભાઈઓ, તમે જાણો છો કે, યહુદી લોકોમાંથી કેટલાય હજાર વિશ્વાસી કરયા છે, અને ઈ બધાય મૂસાના નિયમને મન લગાડીને પાલન કરે છે.
તઈ હાતમા સ્વર્ગદુતે પોતાનુ રણશિંગડું વગાડુ અને મોટા અવાજો સ્વર્ગમા બોલ્યા અને કીધું કે, “જગતનુ રાજ્ય આપડા પરભુ પરમેશ્વર અને એના મસીહનું રાજ્ય બની ગ્યુ છે અને ઈ સદાય હાટુ રાજ્ય કરશે.”