એને તેઓને બીજો દાખલો કીધો કે, “આભનું રાજ્ય ખમીર જેવું છે કે, જયને એક બાયે થોડુક ખમીર લયને ત્રણ પાલી લોટમાં મેળવી દીધુ ઈ હાટુ કે, બધો લોટ ખમીરવાળો થય ગયો.”
કેમ કે, જેની અંદર જે હું શિખવાડું છું એને હંમજવાની ઈચ્છા છે, એને પરમેશ્વર હજી વધારે હંમજણ આપશે. પણ હું શું શિખવાડું છું એને જે કોય પણ હંમજવાની ઈચ્છા નથી રાખતો, તો એની પાહે જે હંમજણ છે, પરમેશ્વર ઈ પણ એની પાહેથી લય લેહે.”