21 ઈસુએ તેઓને બીજો દાખલો કીધો કે, “કોય પણ માણસ દીવો લયને એને ટોપલી કા ખાટલા નીસે નથી મુકતો” પણ એને દીવી ઉપર મુકવામાં આવે છે, જેથી એનાથી બધાય જોય હકે.
મશાલ હળગાવીને વાસણ નીસે નય, પણ દીવી ઉપર મુકવામાં આવે છે, ન્યાથી ઘરમાનાં બધાયને ઈ અજવાળું આપે છે.
કોય પણ માણસ દીવો લયને એને વાસણ નીસે મુકતો નથી, એની બદલે એને દીવી ઉપર મુકે છે, જેથી ઘરમાં આવનારા જોય હકશે.
“વળી કોય માણસ દીવો હળગાવીને વાસણ તળે ઢાંકતો નથી, અને ખાટલા નીસે મુકતો નથી, પણ દીવી ઉપર મુકે છે, જેથી ઘરમાં આવનારને અંજવાળું મળે.
બધાયનું ભલું થાય ઈ હાટુ હરેક બાબતમાં કોયને કોય રીતે આત્માની દોરવણી મળે છે.