Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 4:19 - કોલી નવો કરાર

19 પણ તેઓ રૂપીયાવાળા થાવા માગે છે અને તેઓ ઈચ્છે છે કે, તેઓની પાહે ઘણીય બધીય વસ્તુઓ હોય. ઈ હાટુ તેઓ ખાલી જે તેઓની પાહે છે ઈ વિષે સીન્તા કરે છે અને તેઓ પરમેશ્વરનાં વચનને ભુલી જાય છે અને તેઓ હારું કામ નથી કરતાં જે પરમેશ્વર તેઓથી ઈચ્છે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 4:19
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

જે કાંટાવાળી જાળાઓમાં જે બી પડયું ઈ જ ઈ છે કે, જે વચન હાંભળે છે પણ આ જગતની ઉપાદી અને માલ-મિલકત પ્રત્યેની માયા વચનને દબાવી દેય છે, આવી વાતોને લીધે માણસ પરમેશ્વરનાં વચનને ભુલી જાય છે, અને તેઓ એવું કામ નથી કરતાં જે પરમેશ્વર તેઓથી ઈચ્છે છે.


તઈ ઈસુએ પોતાના ચેલાને કીધુ કે, “હું તમને હાસુ કવ છું, કે રૂપીયાવાળાઓને સ્વર્ગના રાજ્યમાં જાવું બોવ જ અઘરું થાહે.”


જેમ એક લાકડા કાપવાવાળો હારા ફળ આપે નય એવા દરેક ઝાડવાના મુળ કાપીને આગમાં નાખવા હાટુ તૈયાર છે, એમ જ હવે પરમેશ્વર તેઓનો ન્યાય કરવા હાટુ તૈયાર છે જે પાપ કરવાનું બંધ નથી કરતા.


બીજા લોકો એવા છે જે બી કાંટાવાળી જાળાઓમાં વાવવામાં આવ્યું. તેઓ ઈ છે જેઓએ વચન હાંભળ્યું.


પણ પરભુ ઈસુએ એને જવાબ દીધો કે, “માર્થા, માર્થા, તુ ઘણીય વાતુ વિષે ઘણીય ચિંતા કરશો.


એટલે સાવધાન રયો, ક્યાક એવુ નો હોય કે, તમારુ મન વધારે ખાવા પીવામાં, અને સાખેલા અને આ દુનિયાની બધીય સીન્તા નો કરો, અને ઈ દિવસે તમારે ગળા પાહો ખાધા જેવુ નો થાય.


દરેક ડાળી જે મારામાં જોડેલી છે, પણ ફળ નથી આપતી, એને ઈ કાપી નાખે છે, અને જે ડાળી ઉપર ફળ આવે છે અને ઈ કાપકૂપ કરે છે, જેથી ઈ હજી વધારે ફળ આપે.


આ જગતના રીતી-રિવાજોનું અનુસરણ નો કરો, પણ પોતાના મનને પુરેપુરા પરિવર્તન દ્વારા તમારો વ્યવહાર પણ બદલતો જાય, જેથી તમે પરમેશ્વરની હારી અને ગમતી, અને પુરેપુરી ઈચ્છા જાણી હકો.


ઈ વખતે તમે આ જગતના ઈ લોકોની રીત પરમાણે કરતાં હતા, જે પરમેશ્વરને નથી જાણતા અને તમે દુષ્ટ આત્માઓનો સરદાર જે આભમાં છે, એની પરમાણે કરતાં હતા, જે હવે ઈ લોકોને કાબુમાં કરવાની કોશિશ કરી રયો છે જે પરમેશ્વરની આજ્ઞા પાલન નથી કરતાં.


કેમ કે, આપડે માણસોની હામા બાધણું બાધી રયા નથી. પણ આપડે પ્રધાનો અને અધિકારીઓની હામા અને અંધારાના અધિકારીઓથી અને ખરાબ આત્મિક જગતના સામર્થ્યની હામાં બાધી રયા છયી. ઈ હાટુ સ્વર્ગીય જગ્યાઓમાં ખરાબ આત્મિક લશ્કરોની હામે છે


કોય પણ વાતની સીંતા નો કરો, પણ એની કરતાં દરેક પરિસ્થિતિમાં તમારી અરજ, પ્રાર્થના અને વિનવણીનો આભાર માનતા પરમેશ્વરની હામે રજૂ માં આવે.


આ જગતના માલદાર લોકોને હુકમ કર કે, તેઓ અભિમાની નો બને, અને થોડાક વખત હાટુ રેનારા પોતાના રૂપીયા ઉપર ભરોસો નો કર, પણ પોતાના સુખ હાટુ બધુય દાતારીથી દેનારો પરમેશ્વરની ઉપર આશા રાખ.


કેમ કે, દેમાસે જગતની વસ્તુથી પ્રેમ કરીને મને છોડી દીધો છે, અને થેસ્સાલોનિકા શહેરમાં વયો ગયો છે, ક્રેસ્કેન્સ ગલાતિયા પરદેશ અને તિતસ દલ્માતી વયો ગયો છે.


જો તમે વધારેમાં વધારે આવી રીતે જીવો છો તો તમે આપડા પરભુ ઈસુ મસીહને એવી રીતે જાણી હકશો કે જેથી તમે ઉપયોગી અને ફળ આપનારા બનશો.


જઈ આ લોકો પરભુના પ્રેમને યાદ કરતાં તમારી હારે પ્રીતિ ભોજનમાં ખાય-પીવે છે, તો ઈ ભયાનક ભેખડોની જેવા હોય છે, જે દરિયાની નીસે હતાયેલી હોય છે, ઈ એવા શરમ વગરના ભરવાડોની જેમ છે, જે પોતાની જ સીંતા કરે છે. ઈ એવા વાદળાઓની જેવા છે. જે જમીન ઉપર વરહા વગર ગાજે છે, ઈ એવા શિયાળાની મોસમના ઝાડની જેવા છે, જે બેય રીતે મરેલા હોય છે કેમ કે, ઈ કોય ફળ નથી આપતા અને મુળીયેથી ઉખડી જાય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ