15 અમુક લોકો એવા મારગની જેવા છે, જેની ઉપર બી પડયું, જઈ તેઓ પરમેશ્વરનું વચન હાંભળે છે, તઈ શેતાન તરત આવે છે અને તેઓને ઈ બધી વાતો ભુલાવી દેય છે જે તેઓએ હાંભળી હતી.
જાગૃત રયો કેમ કે, શેતાન તમારો વેરી તમારા ઉપર હુમલો કરવા ઈચ્છે છે, જેથી તમે પરમેશ્વરની આજ્ઞાનું પાલન નો કરો, ઈ ગરજનાર સિંહની જેવો છે જે આગળ-પાછળ જાતા જોવે છે કે, ઈ કોયને ખાય હકે.
તઈ પરમેશ્વરે ઈ મોટા અજગરને અને એના દુતોને પૃથ્વી ઉપર ફેકી દીધા, હવે આ મોટો અજગર ઈ જ છે જે ઘણાય વખત પેલા એરુના રૂપમા દેખાતો હતો, જેને શેતાન કે આરોપ લગાડનારો પણ કેવામા આવે છે, આ ઈ જ છે જે આ જગતના લોકોને દગો દેતો આવ્યો છે.
પછી તેઓએ શેતાનને જેણે આ બધાય લોકોને ભરમાવા હતાં, ઈ જગ્યાએ ફેકી દીધો જ્યાં આગ ગંધકથી હળગે છે; ઈ એવી જગ્યાએ હશે જ્યાં તેઓએ પેલાથી જ હિંસક પશુને અને ખોટા આગમભાખીયાઓને ફેકી દીધા હતા. તેઓ રાત-દિવસ સદાસર્વકાળ રીબાયા કરશે.