8 યરુશાલેમ શહેરમાંથી અને અદોમ્યા પરદેશ અને યર્દન નદીના પૂર્વ બાજુ અને તુર અને સિદોન શહેરની પાહેના ઘણાય માણસો જે જે મહાન કામ એણે કરયા ઈ હાંભળીને ઈસુની પાહે આવ્યા.
ઓ ખોરાજીન, તને હાય! હાય! ઓ બેથસાઈદા, જે સમત્કારી કામ તમારામાં કરવામાં આવ્યું, ઈ જો તુર અને સિદોન શહેરના લોકોમાં થયુ હોત, તો તેઓ ક્યારનોય પન્યો ઓઢીને અને રાખમાં બેહીને પસ્તાવો કરયો હોત.
પછી ઈસુ અને એના ચેલાઓ ન્યાથી વયા ગયા અને પછી તુર અને સિદોન શહેરની આજુ-બાજુની જગ્યામાં ગયા. ઈ એક ઘરમાં વયો ગયો અને ઈ નોતા ઈચ્છતા કે, કોય જાણે કે ઈ ન્યા રોકાણા હતા.
પછી ઈસુ અને એના ચેલાઓ તુર શહેરની આજુ-બાજુની જગ્યાઓ છોડી દીધી. પછી તેઓએ સિદોન શહેરની યાત્રા કરી. તઈ તેઓ દશનગરની (દિકાપોલીસ) આજુ-બાજુની જગ્યાઓમાં થયને નીકળા, જ્યાં હુધી કે, તેઓ ગાલીલ દરિયાની પાહે નો પુગ્યા.