જઈ એક શહેરમાં તમને સતાવણી કરે, તઈ તમે બીજા શહેરમાં ભાગી જાવ કેમ કે, હું તમને હાસુ કહું છું કે, હું, માણસના દીકરાને આવવા પેલા, તમારામાંથી ઈઝરાયલ દેશના બધાય શહેરમાંથી પાછા ગયા પણ નય હોય.
તઈ ઈસુ અને એના ચેલાઓ આખાય ગાલીલ જિલ્લાના ઘણાય નગરોમાં યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં જયને પરચાર કરતાં અને લોકોમાંથી મેલી આત્માઓને બારે કાઢવા હાટુ ધમકાવતા.