આ હાંભળીને ઈસુએ જવાબ આપ્યો કે, “તમે ઢોંગી લોકો છો! તમારામાંનો દરેક બળદ અને ગધેડાને એના તબેલામાંથી છોડીને પાણી પિવડાવવા વિશ્રામવારના દિવસે પણ લય જાવ છો?
કેમ કે, મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે પોતાને બુદ્ધિમાન નો હમજો, ઈ હાટુ મારી ઈચ્છા નથી કે, આ ભેદ વિષે તમે અજાણ્યા રયો કે, બિનયહુદીઓની સંપૂર્ણતા અંદર આવે ન્યા હુધી ઈઝરાયલ દેશને કઠીનતા થય છે.
પણ તેઓ મંદ બુદ્ધિના થય ગયા છે, કેમ કે આજ હુધી મુસાનો કરાર વાસતી વખતે તેઓના હ્રદયો ઉપર ઈ જ પડદો રેય છે, પણ ખાલી મસીહ ઉપર વિશ્વાસ કરવા દ્વારા જ ઈ પડદો હટાવી દેવામાં આવે છે.
તેઓની બુદ્ધિ ઉપર અંધારૂ ફેલાય ગયુ છે અને ઈ અજ્ઞાનતાનાં લીધે જે એનામાં છે અને એના હાંભળવાને ઈચ્છુક નો હોવાને કારણે તેઓ ઈ જીવનથી આઘા છે જે પરમેશ્વર આપે છે.
તેઓએ ડુંઘરાઓ અને ખડકોને રાડુ નાખીને કીધુ કે, “અમારી ઉપર પડો અને અમને હતાડી લ્યો, જેથી ઈ જે રાજગાદી ઉપર બેઠો છે અમને જોય નો હકે, જેથી ઘેટાનુ બસુ અમને સજા નો દય હકે.