34 અને એની ઉપર જેઓ એની સ્યારેય બાજુ ફરતા બેહેલા હતાં, તેઓને જોયને કીધુ કે, “જોવ, મારી માં અને મારા ભાઈઓ આ છે.
તઈ ઈસુએ તેઓને કીધુ કે, “બીવોમાં, જાવ અને મારા ભાઈઓને કયો કે, તેઓ ગાલીલ જિલ્લામાં વયા જાય, ન્યા તેઓ મને જોહે.”
ઈસુએ તેઓને જવાબ દીધો કે મારી માં અને ભાઈઓ કોણ છે?
અને ઈસુ તેઓના અવિશ્વાસ ઉપર નવાય પામ્યો, એની પછી, ઈસુ આજુ-બાજુના ગામડામાં ગયો અને લોકોને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસારનો પરચાર કરતો ફરયો.
ઈસુએ એને કીધું કે, “મને અડતી નય કેમ કે, હું હજી હુધી બાપની પાહે સ્વર્ગમા નથી ગયો, પણ મારા ભાઈઓની પાહે જયને તેઓને કય દેય કે, હું મારા બાપ અને તારા બાપ, અને મારા પરમેશ્વર અને તારા પરમેશ્વરની પાહે ઉપર જાવ છું”
કેમ કે, જેને એણે પેલાથી જ ગમાડી લીધો છે એને પેલાથી જ પાકુ કરી લીધું કે, ઈ પોતાના દીકરાની જેવો થય જાહે, જેથી એનો દીકરો ઘણાય બધાય ભાઈઓની વસે પેલો થાહે.