26 એવી જ રીતે જો શેતાન પોતાની જ મેલી આત્માની વિરુધ બાધે, તો ઈ પોતે જ નબળો થય જાહે.
તઈ ઈસુએ એને કીધુ કે, “અરે શેતાન આઘો જા કારણ કે, શાસ્ત્રમાં લખેલુ છે કે, તુ પરભુ તારા પરમેશ્વરને જ પરણામ કર, અને ખાલી એની જ સેવા કર.”
એવી જ રીતે જો એક પરિવારના લોકો એકબીજાની વિરુધમાં છુટા પડેલા હોય, તો ઈ પરિવાર એક હારે નય રય હકે.