25 એવી જ રીતે જો એક પરિવારના લોકો એકબીજાની વિરુધમાં છુટા પડેલા હોય, તો ઈ પરિવાર એક હારે નય રય હકે.
જો એક દેશના લોકો અંદરો અંદર બાધતા રેય, તો તેઓ વધારે વખત હુધી નય ટકી હકે.
એવી જ રીતે જો શેતાન પોતાની જ મેલી આત્માની વિરુધ બાધે, તો ઈ પોતે જ નબળો થય જાહે.
પણ જો તમે જનાવરની જેમ એક-બીજા કવડો અને ફાડો છો, તો તમારે સાવધાન રેવું જોયી કે, ક્યાક તમે એક-બીજાનો નાશ નો કરી નાખો.
ઈ હાટુ કે, જ્યાં ઈર્ષા અને સ્વાર્થ હોય છે, ન્યા ડખો અને બધાય પરકારના ખરાબ કામો પણ થાય છે.