22 અને યહુદી નિયમના શિક્ષકો, જેઓ યરુશાલેમ શહેરથી આવ્યા હતાં, તેઓ એવું કેતા હતાં કે, “એનામા મેલી આત્માઓનો સરદાર બાલઝબૂલ એટલે કે, જે શેતાન છે, એની મદદથી ઈસુ મેલી આત્માઓને કાઢે છે.”
ચેલો પોતાના ગુરુ જેવો અને ચાકર પોતાના માલિક જેવો બની જાય એટલું ઘણુંય છે; જો ઘરધણીને તેઓ બાલઝબુલ શેતાન કીધો છે, તો એના ઘરનાં લોકોને એનાથી કેટલું વધારે તેઓ એમ જ કેહે!
એક દિવસ એવુ થયુ કે, ઈ પરચાર કરતો હતો, તઈ ફરોશી ટોળાના લોકો અને યહુદી નિયમના શિક્ષકો અને શીખવાડનારા શાસ્ત્રીઓ ન્યા બેઠા હતાં, જે ગાલીલ અને યહુદીયા પરદેશના દરેક ગામડામાંથી અને યરુશાલેમ શહેરથી આવ્યા હતાં, અને માંદાઓને હાજા કરવા હાટુ પરમેશ્વરનું સામર્થ્ય ઈસુની હારે હતું.
યહુદી લોકોના આગેવાનોએ એને કીધું કે, “હવે અમને પાકો વિશ્વાસ થય ગયો છે કે, તારામાં મેલી આત્મા છે. કેમ કે, ઈબ્રાહિમ અને આગમભાખીયા પણ મરી ગયા, અને તુ કેય છે કે, જો કોય માણસ મારા વચનના પરમાણે હાલશે, તો એનુ મોત ક્યારેય નય થાય.