21 જઈ ઈસુના પરિવારે આ ખબર હાંભળી, તો તેઓએ કીધુ કે, “એનુ મગજ ઠેકાણે નથી.” ઈ હાટુ તેઓ એને ઘેરે લીયાવવા હાટુ ગયા.
ઈ પછી ઈસુની માં અને એના ભાઈઓ આવ્યા. તેઓએ બારે ઉભા રયને ઈસુને બોલાવવા હાટુ કોકને અંદર મોકલ્યો.
તેઓમાંથી ઘણાય કેવા લાગ્યા કે, “એનામા મેલી આત્મા છે, અને ઈ ગાંડો છે, એની વાત હાંભળવી નય.”
જઈ એવી રીતે પાઉલ જવાબ દય રયો હોય, તઈ ફેસ્તસ રાજ્યપાલે જોરથી રાડ નાખીને કીધું કે, “હે પાઉલ, તુ ગાંડો છો, વધારે ભણવાથી તુ ગાંડો થય ગયો છો.”
જો આપણે ગાંડા થય ગયા છયી, તો ઈ પરમેશ્વર હાટુ અને જો આપડુ મગજ ઢેકાણે છે, તો ઈ તમારી હાટુ.