20 તઈ ઈસુ અને એના ચેલાઓ એક ઘરમાં આવ્યા. પાછો ન્યા એક ટોળો ભેગો થય ગયો અને ઉતાવળથી ઈસુ અને એના ચેલાઓ ખાય પણ નો હક્યાં.
પણ ઈ માણસ ઈ જગ્યાથી નીકળી ગયો અને જયને બોવ બધાય લોકોને બતાવ્યું કે ઈસુએ મને હાજો કરયો. એના લીધેથી ઈસુ ફરીથી જાહેરમાં નગરમાં જઈ નો હક્યો, પણ ઈ શહેરની બારે વગડામાં રયો, તો પણ સ્યારેય બાજુથી લોકો એની પાહે આવતાં રયા.
અને થોડાક દીવસો ગયા પછી ઈસુ પાછો ફરી કપરનાહૂમ નગરમાં આવ્યો, અને તઈ લોકોએ બીજાને ખબર ફેલાવી કે, ઈસુ આવ્યો છે અને ઈ ઘરમાં હતો.
અને યહુદા ઈશ્કારિયોતે જેણે છેલ્લે ઈસુને પકડાવવા હાટુ વેરીઓની મદદ કરી.
ઈ પછી ઈસુ પોતાના ચેલાઓની હારે ગાલીલ દરિયાની પાહે ગયો, અને ગાલીલ જિલ્લામાંથી મોટા ટોળા એની વાહે ગયા, અને યહુદીયા જિલ્લામાંના,
ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, “મારે બેહવા હાટુ એક નાની હોડી લીયાવો, જેથી લોકો મારી પાહે ગડદીનો કરી હકે.”
પણ બોવ બધાય લોકો આવતાં જાતા હતાં અને આ કારણે ઈસુ અને એના ચેલાઓને ખાવાનો વખત પણ મળતો નોતો. તઈ ઈસુએ તેઓને કીધુ કે, “આવો એક ઉજ્જડ જગ્યામાં જાયી જ્યાં આપડે એકલા રય હકીએ અને થોડોક વખત આરામ કરી હકી.”
અને જઈ ઈસુ લોકોના ટોળાને છોડીને ઘરમાં ગયો તઈ એના ચેલાઓએ એને જે કીધુ હતું એના દાખલાના અરથ વિષે એને પુછયું.
પછી જઈ ઈસુ પોતાના ચેલાઓની હારે ઘરમાં એકલો હતો તઈ તેઓએ એને પુછયું કે, “અમે ઈ મેલી આત્માને કેમ કાઢી હક્યાં નય?”
તઈ ઈસુ તેઓની હારે ડુંઘરા ઉપરથી ઉતરીને ચેલાઓના મોટા ટોળાની હારે એક હરખી જગ્યામાં ઉભો રયો, અને બધાય યહુદીયા જિલ્લામાંથી, યરુશાલેમ શહેરમાંથી, અને તુર અને સિદોનના દરિયા કાઠાના અને બધીય જગ્યાનાં લોકોનું મોટુ ટોળુ ન્યા હતું.