અને ન્યાથી આગળ વધીને ઈસુએ બે માણસોને જોયા ઝબદીના દીકરાઓ યાકુબ અને એનો ભાઈ યોહાનના પોતાના બાપ ઝબદીની હારે હોડી ઉપર પોતાની જાળો હરખી કરતાં હતા અને તેઓને પણ બોલાવા.
જઈ એના બે ચેલાઓ યાકુબ અને યોહાને ઈ હાંભળુ તઈ તેઓએ કીધું કે, “પરભુ, શું તુ ઈચ્છે છે કે, અમે પરમેશ્વરને કેહુ કે, ઈ આ લોકોનો નાશ કરવા હાટુ સ્વર્ગથી નીસે આગ મોકલે?”
કેમ કે, ખરેખર પરમેશ્વરનું વચન જીવતું અને બેધારી તલવારથી પણ વધારે તેજ છે. ઈ આત્મા અને જીવ, હાંધા અને માસને પણ વીંધી નાખે છે. ઈ મનની ઈચ્છા અને વિસારોને પણ પારખી લેય છે.