15 અને ઈસુએ તેઓને લોકોમાંથી મેલી આત્માઓ કાઢવા હાટુ સામર્થ્ય આપ્યું.
તઈ આખાય સિરિયા પરદેશમાં એનું નામ ફેલાય ગયુ, અને બધાય માંદાઓને, એટલે અનેક જાતના રોગીઓને અને પીડાતા લોકો અને ભૂત વળગેલાઓને અને વાયવાળાઓને અને પક્ષઘાતીઓને તેઓ ઈસુની પાહે લાવ્યા. અને એણે તેઓને હાજા કરયા.
અને તેઓમાંથી, એણે બાર માણસોને ગમાડયા, એણે તેઓને પોતાના ગમાડેલા ચેલાઓ થાવા હાટુ ગમાડયા એણે એવુ ઈ હાટુ કરયુ જેથી તેઓ એની હારે રેય, જેથી ઈસુ તેઓને સંદેશો આપવા હાટુ મોકલી હકે.
અને ઈ બાર માણસો છે, જેઓને ઈસુએ ગમાડયા, એમા સિમોન જેનું બીજુ નામ ઈસુએ પિતર રાખ્યું;