13 તઈ ઈસુ ડુંઘરા ઉપર સડી ગયો અને તેઓને બોલાવ્યા જેઓને ઈ ઈચ્છતો હતો કે, તેઓ એના ગમાડેલા ચેલા બનવા હાટુ એની હારે ભળે અને તેઓ એની પાહે આવે.
તઈ ઘણાય લોકોની ગડદીને જોયને ઈસુ ડુંઘરા ઉપર બોધ દેવા હાટુ સડીયા, અને સમુહમાં બેઠા પછી, એના ચેલા એની પાહે આવ્યા,
અને તેઓમાંથી, એણે બાર માણસોને ગમાડયા, એણે તેઓને પોતાના ગમાડેલા ચેલાઓ થાવા હાટુ ગમાડયા એણે એવુ ઈ હાટુ કરયુ જેથી તેઓ એની હારે રેય, જેથી ઈસુ તેઓને સંદેશો આપવા હાટુ મોકલી હકે.
પછી ઈસુએ બાર ચેલાઓને પોતાની પાહે બોલાવ્યા અને તેઓને મેલી આત્મા કાઢવાનો અધિકાર આપ્યો. તઈ ઈ તેઓને બબ્બેની જોડીમાં મોકલવા લાગ્યો.
ઈસુએ પોતાના બાર ચેલાઓને પોતાની પાહે બોલાવીને તેઓને બધીય મેલી આત્માઓને કાઢવા અને રોગ મટાડવા હાટુ પરાક્રમ અને અધિકાર દીધો.
તઈ ઈસુ ડુંઘરા ઉપર ગયો ન્યા પોતાના ચેલાઓની હારે બેઠો.