આ જાણીને ઈસુએ તેઓને કીધુ કે, “તમે અંદરો અંદર કેમ વાતો કરો છો કે, આપડી પાહે રોટલી નથી? શું તમે તમારા હ્રદયોને કઠણ બનાવી દીધા છે કે, તમે હજી પણ નથી હમજી હક્તા?
એના દ્વારા આપડે ઈ દરેક વિરોધને, ઈ દરેક અભિમાન કરવાવાળાને, જે પરમેશ્વરનાં જ્ઞાનની વિરુધ માથું ઉસુ કરે છે એને પછાડી દેય છે, અને દરેક વિસારોને કાબુ કરીને મસીહને આધીન બનાવી દેય છે.