4 ગડદીને લીધે તેઓ ઈસુની પાહે પુગી નો હક્યાં, એટલે જ્યાં ઈ હતો ઈ ઘરનું છાપરું ખોલીને ઈ લકવાવાળો જે પથારીમાં હતો એને ઈસુની હામે ઉતારયો.
તઈ આખાય સિરિયા પરદેશમાં એનું નામ ફેલાય ગયુ, અને બધાય માંદાઓને, એટલે અનેક જાતના રોગીઓને અને પીડાતા લોકો અને ભૂત વળગેલાઓને અને વાયવાળાઓને અને પક્ષઘાતીઓને તેઓ ઈસુની પાહે લાવ્યા. અને એણે તેઓને હાજા કરયા.
પણ ગડદીને લીધે તેઓને અંદર જાવાનો લાગ નો મળ્યો, એટલે જ્યાં ઈ હતો ઈ ઘરનું છાપરું ખોલીને ઈ લકવાવાળો જે પથારીમાં હતો એને ઈસુની હામે ઉતારયો.