27 ઈસુએ તેઓને કીધુ કે, “પરમેશ્વરે યહુદી લોકોના વિશ્રામવારનો દિવસ માણસ હાટુ બનાવ્યો છે, પણ એણે યહુદી લોકોના વિશ્રામવારના દિવસને માણસોની ઉપર બોજ બનવા હાટુ નથી બનાવ્યો.
જો એક માણસની સુન્નત વિશ્રામવારના દિવસે કરવામા આવે જેથી મુસાના નિયમ તોડવામાં આવે નય, તો પછી મે વિશ્રામવારના દિવસે એક માણસને આંખે આખો હાજો કરયો, ઈ હાટુ કેમ તમે મારી ઉપર ગુસ્સે થયા છો?
કેમ કે, બધાય દુખ જે આપણે સહન કરયા ઈ તમારા લાભ હાટુ છે, જેથી વધારેને વધારે લોકોને ખબર પડી જાહે કે, પરમેશ્વર કેટલો કૃપાળુ છે, અને બોવ બધા લોકો એને માન અને મહિમા આપશે.