18 એક દિવસ, જળદીક્ષા આપનાર યોહાન અને ફરોશી ટોળાના લોકોના ચેલાઓ ઉપવાસ કરતાં હતા. ઈ વખતે અમુક લોકોએ ઈસુની પાહે આવીને પુછયું કે, “તારા ચેલાઓ કેમ ઉપવાસ કરતાં નથી?”
જઈ તમે ઉપવાસ કરો, તઈ ઢોંગી લોકોની જેમ તમારા મોઢા ઉપર ઉદાસી દેખાવા દેતા નય, કેમ કે, તેઓ પોતાનું મોઢુ એવું રાખે છે કે, જેથી લોકો એને ઉપવાસ કરવાવાળા માને, પણ હું તમને હાસુ કવ છું કે, તેઓ પોતાનું વળતર મેળવી સુક્યા છે.
ઈસુએ તેઓને કીધુ કે, મારા ચેલાઓ અને હું વરરાજા અને એનાં મિત્રોની જેવા છયી, જ્યાં હુધી તેઓ લગનમાં છે ન્યા હુધી શું એનાં મિત્રો ઉપવાસ કરી હકે છે? નય, તેઓ ઉપવાસ નથી કરી હકતા.