17 ઈસુએ આ હાંભળીને તેઓને કીધુ કે, જે હાજો છે એને વૈદની જરૂર નથી પણ જેઓ માંદા છે તેઓને ખપ છે, હું જેઓ પોતાને ન્યાયી માંને તેઓને હાટુ નય પણ જેઓ જાણે છે કે, હું ઈ પાપીઓને બોલાવવા આવ્યો છું.
મોટા દીકરાએ એના બાપને કીધુ કે, મે ઘણાય વરહ હુધી એક ગુલામની જેમ તારી સેવા કરી છે, મે સદાય તારી આજ્ઞાનું પાલન કરયુ છે, પણ તે કોય દિવસ મારી હાટુ કાય પણ હારુ નથી કરયું, જેથી હું મારા ભાઈ-બંધ હારે જમણવાર કરૂ.
ઈસુએ ફરોશી ટોળાના લોકોને કીધું કે, “તમે લોકોને આગળ પોતાની જાતને ધાર્મિક બતાવો છો, પણ પરમેશ્વર તમારા હ્રદયમાં શું છે ઈ જાણે છે, કેમ કે જે કાય વસ્તું લોકોની નજરમાં ખાસ છે ઈ પરમેશ્વરની આગળ ખરાબ છે.”
તેઓએ ઈ માણસને કીધું કે, “તુ તો પુરી રીતે પાપમાં જનમો છે, અને તુ અમને શીખવાડે છે?” અને તેઓએ ઈ માણસને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી બારે કાઢી મુકયો.
પેલા દમસ્કસ શહેરના, પાછો યરુશાલેમ શહેરના અને એના પછી યહુદીયા પરદેશના બધાય જગ્યાઓમાં રેનારા લોકોમા અને બિનયહુદી લોકોમા પરચાર કરયો કે, પસ્તાવો કરો અને પાપ કરવાનું બંધ કરીને પરમેશ્વર બાજુ વળો અને એવુ જીવન જીવીને સાબિત કરો કે તમે ખરાબ કામો કરવાનું મુકી દીધુ છે.
પરભુ ઈસુ મસીહે, પોતાની જાતનુ બલિદાન આપણને બસાવા હાટુ આપી દીધુ; જેથી આપડે બધાય પાપથી સ્વતંત્ર થય જાયી અને આપડે નૈતિક રીતે શુદ્ધ થય હકી, જેથી આપડે એના બોવ ખાસ માણસો બની જાયી, જે હારા કામો કરવાને મોટી ઈચ્છા રાખતા હોય.