16 યહુદી નિયમના શિક્ષકો જે ફરોશી ટોળાના લોકો હતાં અને દાણીઓ અને જેઓને લોકો પાપીઓ કેતા તેઓની હારે ખાતો જોયને એના ચેલાઓને કીધુ કે, “ઈસુ તો દાણીઓ અને પાપીઓની હારે ખાય છે.”
જો ઈ એનું નો માંને, તો મંડળીને કહો, ફરી જો મંડળીનું પણ નો માંને, તો બીજી જાતિ અને કર લેનારા હારે જેવું વર્તન કરો છો એમ તેઓને પણ મંડળી પાહેથી કાઢી નાખો.
થોડાક દિવસો પછી ઈસુ અને એના ચેલાઓ લેવીના ઘરે ખાવાનું ખાવા હાટુ બેઠા હતા. તઈ ઘણાય દાણીઓ અને બીજા લોકો જેઓને પાપીઓ કેવામાં આવતાં હતાં, તેઓ હોતન ન્યા ચેલાઓ હારે ખાવાનું ખાવા હાટુ બેઠા હતાં, કેમ કે, એવા ઘણાય હતા જે ઈસુની હારે હાલતા હતાં.
ફરોશી ટોળાનો માણસ ઉભો થયને, મનમા પ્રાર્થના કરવા મંડ્યો કે, “ઓ પરમેશ્વર, હું તારો આભાર માનું છું કેમ કે, હું બીજા માણસોની જેમ જુલમી, અન્યાયી, છીનાળવો અને આ વેરો ઉઘરાવનારાની જેવું કરતો નથી.
તઈ ન્યા મોટુ હુલ્લડ મસાવીને અને થોડાક યહુદી નિયમના શિક્ષકો જે ફરોશી ટોળાના લોકો હતાં, ઉભા થય ગયા અને આ ક્યને વાદ-વિવાદ કરવા લાગ્યા કે, “અમને આ માણસની કાય ભૂલ દેખાતી નથી, અને જો કોય મેલી આત્મા કે સ્વર્ગદુતે એનાથી વાત કરી છે તો પછી શું?”
તેઓ લોકો જેઓએ પવિત્ર આત્મા પામી છે તેઓ ઈ બધી વસ્તુઓને હમજી હકે છે જે પવિત્ર આત્મા શીખવાડે છે. પણ જે લોકોની પાહે પવિત્ર આત્મા નથી તેઓ લોકોના વિસારોને હંમજી હકતા નથી જેની પાહે પવિત્ર આત્મા છે.