10 પણ જેનાથી એને જાણી લ્યો કે, મને, માણસના દીકરાને પૃથ્વી ઉપર લોકોના પાપ માફ કરવાનો અધિકાર છે, તેઓને હંમજાવવા હાટુ ઈ લકવાવાળાને કીધું કે,
ઈસુએ કાઈસારિયા ફીલીપ્પી પરદેશમાં આવીને પોતાના ચેલાઓને પુછયું કે, “માણસનો દીકરો કોણ છે, ઈ વિષે લોકો શું કેય છે?”
“હું તને કવ છું કે, ઉઠ તારી પથારી ઉપાડીને તારા ઘરે વયોજા.”
વધારે હેલ્લું શું છે? “તારા પાપ માફ થયા?” કા એમ કેવું કે, “ઉઠ, પોતાની પથારી ઉપાડ અને હાલતો થા?”
ઈ જ પરમેશ્વરે પરભુને તારનાર પદ ઉપર બેહાડયો, જેથી ઈઝરાયલ દેશના લોકો પાપ કરવાનું બંધ કરે અને પરમેશ્વરની તરફ વળે, અને લોકો એના દ્વારા પાપોની માફી માંગી હકે.