9 રવિવારની હવારે જઈ ઈસુ મરણમાંથી પાછો જીવીતો ઉઠીયો, તો બધાયની પેલા જે માણસને ઈ જોવા મળ્યું ઈ મગદલાની મરિયમ હતી. પેલાના વખતમાં, ઈસુએ એમાંથી હાત મેલી આત્માઓને બારે કાઢી હતી.
તેઓમાં મગદલા શહેરની મરિયમ, યાકુબ અને યોસેની માં મરિયમ અને ઝબદીના દીકરાઓની માં હતી.
કેટલીક બાયુ પણ આધેથી જોતી હતી. બાયુંના આ જૂથમાં મરિયમ પણ હતી જે મગદલા નામના શહેરથી હતી, અને શાલોમી અને મરિયમ જે નાનો યાકુબ અને યોસેની માં હતી.
અને એને જ્યાં મુક્યો હતો ઈ મગદલા શહેરની મરિયમ અને નાનો યાકૂબ અને યોસેની માં મરિયમ, જોય રયા હતા.
તેઓ બારે નીકળીને ઈસુની કબર પાહેથી ધોડીને ગય; કેમ કે, તેઓને હાસીન બીક અને નવાય લાગી હતી; અને તેઓએ કોયને કાય કીધું નય; કેમ કે, તેઓ બીય ગય હતી.
હવે બાયુએ જે આ વાત ગમાડેલા ચેલાઓને કીધી હતી ઈ મરિયમ જે મગદલા શહેરની હતી, યોહાન, યાકુબની માં મરિયમ અને તેઓની હારે બીજી બાયુ હતી.
અને કેટલીક બાયુ જેને ખરાબ આત્માના મંદવાડમાંથી હાજી કરી હતી, એટલે મગદલાની મરિયમ જેનામાંથી હાત મેલી આત્મા નીકળી હતી,
તો એને બેય સ્વર્ગદુતોને ઉજળા લુગડા પેરેલા એકને માથા પાહે અને બીજાને પગ પાહે બેહેલા જોયા, જ્યાં ઈસુના દેહને રાખેલો હતો.
અઠવાડિયાને પેલે દિવસે જઈ અમે પરભુભોજન લેવા હાટુ ભેગા થયા, તઈ પાઉલ એની હારે વાત-સીત કરવા મંડયો. એને બીજે દિવસે વયું જાવું હતું, એથી ઈ અડધી રાત હુધી વાત-સીત કરતો જ રયો.
અઠવાડીયાનાં પેલા દિવસે તમારામાંથી દરેક પોતાની કમાણી પરમાણે થોડુક પોતાની પાહે અલગથી રાખી મુકે કે, મારે આવવાનું હોય તઈ ફાળો નો કરવો પડે.
અઠવાડીયામાં એક દિવસે જઈ આપડે બીજા વિશ્વાસુઓની હારે પરભુનું ભજન કરી છયી. પરમેશ્વરનાં આત્માએ મને નિયંત્રણમાં કરી લીધો તઈ મે મારી પાછળ કોકને બોલતા હાંભળો. ઈ અવાજ એક રણશિંગડું વગડવાના જેવો હતો.