8 તેઓ બારે નીકળીને ઈસુની કબર પાહેથી ધોડીને ગય; કેમ કે, તેઓને હાસીન બીક અને નવાય લાગી હતી; અને તેઓએ કોયને કાય કીધું નય; કેમ કે, તેઓ બીય ગય હતી.
તઈ ઈ બાયુ બીક અને હરખ હારે કબર પાહેથી નીકળી અને એના ચેલાઓને ખબર આપવા ધોડીને ગય.
ઈસુ ઈ શબ્દો કય રયો હતો, તઈ એમ થયુ કે, ટોળાનાં લોકો એના શિક્ષણથી સોકી ગયા.
પણ તમે જાવ અને ઈસુના બીજા ચેલાઓ અને પિતરને આ સંદેશો આપો, તઈ તેઓએ બતાવ્યું કે, “ઈસુ જીવતો છે. ઈ તમારી આગળ ગાલીલ જિલ્લામાં જાય છે, અને તમારે બધાયને પણ ન્યા જાવું જોયી. તમે એને ન્યા જોહો, જેમ એણે મરયા પેલા બતાવ્યું હતું.”
રવિવારની હવારે જઈ ઈસુ મરણમાંથી પાછો જીવીતો ઉઠીયો, તો બધાયની પેલા જે માણસને ઈ જોવા મળ્યું ઈ મગદલાની મરિયમ હતી. પેલાના વખતમાં, ઈસુએ એમાંથી હાત મેલી આત્માઓને બારે કાઢી હતી.
બટવામાં રૂપીયા કે, જોળી કે, જોડા લેતા નય; અને મારગમાં કોયને સલામ કરતાં નય.
પણ તેઓ ગભરાયા અને બીય ગયા, અને તેઓને એમ લાગ્યું કે, અમે ભૂતને જોયી છયી.